4 July, 2020

બોલીવૂડ ના પાંચ ગીતો, જેને ગાવા પર તમને જેલ થઈ શકે છે !

ગીતો સારા અને ખરાબ હોય છે. સૂરીલા અથવા બેસુરા હોય છે. પરંતુ ક્યારેય સંભાળ્યું છે ગીતો કાનૂની કે ગેર કાનૂની હોય છે ?આજે સાંભળી લો. અને જોઈ પણ લો :

1.

મૈં લૈલા-લૈલા ચિલ્લાઉંગા કુર્તા ફાડ કે

મૈં મજનૂ-મજનૂ ચિલ્લાઊંગી કુર્તા ફાડ કે

એમ તો દરેક વ્યક્તિ ને કઈક પણ પેહરવાની છૂટ છે,પણ IPCમાં ‘પબ્લિક ઓબ્સેનિટી’ના માટે સજા છે. જો આ પોતાનો કુરતો ફાડવા ની વાત કરી રહ્યા છે,તો ધારા 294 મુજબ આમની પર કેસ થઈ શકે છે. ત્રણ મહિના ની સજા મળી શકે છે,ફાઇન ની સાથે.

2.

તું મૈકે ચાલી જાયેગી મે ડંડા લેકર આઉંગા

ભાઈ પત્ની ને હેરાન કરવા નો કેસ ચાલે છે આમની પર. જો પત્ની એ આમની એફઆઇઆર કરી દીધી તો ધારા 498Aમુજબ કેસ ચાલશે. એટ્લે કે પતિ કે એમના સંબંધી ઓ ના હાથે પત્ની/વહુ ની પજવણી. આમાં માનસિક અને શારીરિક,બંને પજવણી નો સમાવેશ થાય છે.

ઝૂઠ બોલે કૌવા કાટે,કાલે કૌવે સે ડરિયો

મૈં તેરી સૌતન લાઉંગા,તું દેખતી રહિયો

આના સિવાય,લાગશે ધારા 494. કાનૂન ના પ્રમાણે કોઈ પુરુષ કે સ્ત્રી એક પત્ની કે પતિ ના હોવા પર બીજા લગ્ન નથી કરી શકતા. પેહલા આમને પાછલા પતિ અથવા પત્ની થી છૂટાછેડા લેવા પડશે. ભલે કોઈ પણ ધર્મ હોય. એટ્લે ‘સૌતન લાવવા નું ‘આઇડિયા લોંગ ટર્મ માં કામ નહીં આવે.

3.

તેરે ઘર કે સામને

એક ઘર બનાઉંગા

આમને પ્રોપર્ટી ખરીદી ને રાખી હોય તો વાત જુદી છે. પરંતુ પ્રોપર્ટી જો લીધી નથી તો IPCની ધારા 247 મુજબ સજા થઈ શકે છે. વગર પોતાના નામે જમીન સેક્શન થયા એના પર કન્સ્ટ્રક્શન કરવું. 50 હજાર નો ફાઇન લાગશે અને બિલ્ડીંગ અલગ પાડી દેવામાં આવશે. આવા માં હીરો ના માટે ગર્લફ્રેંડ ની બ્રેકઅપ કરી ને કોઈ બીજા ને સોધવા ની સલાહ રેહશે.

જોકે ગીત ગાવા વાળા મજૂર અથવા રાજમિસ્ત્રી છે તો સજા થી બચી શકે છે.

4.

સાત સમુંદર પાર મે તેરે પીછે પીછે આ ગઈ

જે અજીબ રીતે અહિયાં જવા ની વાત કરવા માં આવી છે,લાગે છે કે હિરોઈન ની કોઈ પ્લાનિંગ હતી. કહી રહી છે કે ના રસ્તા ની ખબર છે ના નામ સરનામા ની ખબર છે. આવા માં એની પાસે વિઝા અપ્લાય કરવા નો સમય તો બિલકુલ નહીં હોય. વિઝા ની વગર સાત સમંદર પર જવા પર તમને જેલ થઈ શકે છે. આ પણ અહિયાં ની નહીં,ત્યાં ની પોલીસ થી. ગૈરકાનૂની રીતે દેશ માં ઘૂસવા નો કેસ અલગ ચાલશે.

5.

તેરા પિછા ના મૈ છોડુંગા સોનિયે

ભેજ દે ચાહે જેલ મે

પ્યાર કે ઇસ ખેલ મે

IPCની ધારા 354Dના પ્રમાણે કોઈ છોકરી નો પીછો કરવો,જબરજસ્તી એના થી કૉન્ટૅક્ટ કરવા ની કોશિશ કરવી,મળવા ના પ્રયત્ન કરવા,અથવા ઇન્ટરનેટ પર એના પર નજર રાખવી સ્ટોકિંગ કેહવાય છે. જેનો અપરાધી સાબિત થવા પર માણસ ને ફાઇન ની સાથે ત્રણ વર્ષ ની સજા થઈ શકે છે.

હીરો પણ જબરો શરમ વગર નો છે. એને ખબર છે કે છોકરી કેસ કરી દેશે તો એને સજા થશે. પરંતુ નાચવા માં કોઈ કમી નથી રાખી.

ટિપ્પણી
Share
Slider