4 July, 2020

Parle-G બિસ્કિટ ના પેક પર બનેલી આ ક્યૂટ છોકરી દેખાય છે હવે આવી, જોઈ ને તમે પણ થઈ જશો હેરાન

પરિવર્તન જ પ્રકૃતિ નો નિયમ છે આ વાતા તો આપણે બધા જાણીએ છીએ પરંતુ કેટલીક વસ્તુઓ એ રીતે બદલી જાય છે કે એ આપણને ઓળખાણ માં જ નથી આવતી. દુનિયા માં એવી ઘણી વસ્તુઓ છે જે જેવી દેખાય છે એવી હોતી નથી. આપણને બધા ને બાળપણ માં ખાવા પીવા નો શોખ રહ્યો છે અને જે વસ્તુઓ આપણે આપણાં મોટા થી માંગતા હતા એ હતી મેંગો ફ્રૂટી,અંકલ ચિપ્સ અને પારલેજી બિસ્કિટ. આ પ્રોડક્ટ ના રેપર આટલા વર્ષો માં ઘણી વાર બદલાયા પરંતુ પારલેજી બિસ્કિટ નો રેપર અને સ્વાદ આજ સુધી નથી બદલાયો. બજાર માં ઘણી મોટી કંપની ના બિસ્કિટ મળે છે પરંતુ જે લોકપ્રિયતા પારલેજી બિસ્કિટ ને મળી એ ક્યારેય કોઈ બીજી બિસ્કિટ ને નથી મળી.

એ વાત અલગ છે કે કોમ્પિટિશન ના આ જમાના માં પારલેજી બિસ્કિટ નું વેચાણ એટલું નથી થઈ શકતું,પરંતુ એક સમય હતો જ્યારે બજાર માં થોડી જ કંપનીઓ હતી અને સૌથી વધારે વેચાવા વાળી બિસ્કિટ પારલેજી હતી. આજે અમે તમને આ આર્ટીકલ માં Parle-Gબિસ્કિટ ના પેક પર બનેલી આ ક્યૂટ છોકરી ના વિશે બતાવા જઇ રહ્યા છીએ જે આજે પણ રેપર પર એવી જ દેખાય છે પરંતુ રિયલ લાઈફ માં બદલાઈ ગઈ છે.

વર્ષ 1929 માં પારલેજી પ્રોડક્ટ ની શરૂઆત મુંબઈ માં થઈ, પરંતુ આ કંપની એ પારલેજી બિસ્કિટ નું ઉત્પાદન કરવાનું વર્ષ 1939 થી શરૂ કર્યું અને આ કંપની ની હેડ ઓફિસ પણ મુંબઈ માં જ છે. નાગપુર માં રેહવા વાળી નીરુ દેશપાંડે ના પિતા એ એમનો આ ફોટો ત્યારે પાડ્યો હતો જ્યારે એ 4 વર્ષ અને 3 મહિના ની હતી. આ ફોટા ને પારલેજી કંપની ના માલિક એ ખરીદી લીધી હતી અને એજ વખતે બિસ્કિટ ના રેપર પર આ ફોટો લગાવવા નો કહ્યો. પિતા દ્વારા લીધેલા આ ક્યૂટ ફોટા ને પારલેજી એ પોતાના બ્રાન્ડ ના બિસ્કિટ માટે ચૂટ્યું અને ક્યારેય ના બદલ્યું. જોકે પરલે જી ના ઘણા બીજા બ્રાન્ડ છે જેમાં ઘણા પ્રકાર ના અને ફ્લેવર ના બિસ્કિટ બજાર માં ઉપલબ્ધ છે પરંતુ જેટલું વેચાણ આ બિસ્કિટ નું થાય છે એટલું બીજા પ્રોડક્ટ નું નથી થતું. ગજબ નો સ્વાદ જોવા મળ્યો આ બિસ્કિટ માં જેને ઘર માં પણ પસંદ કરવા માં આવે છે અને ચા વાળો પણ રાખે છે કેમકે આ બિસ્કિટ ને ચા ની સાથે ખાવાની મજા જ કઈક અલગ છે.

તમને બતાવી દઈએ કે આજે નીરુ દેશપાંડે 65 વર્ષ ની થઈ ગઈ છે અને આજે પણ એ નાગપુર માં જ રહે છે. આ પેહલી વાર થયું છે કે કોઈ છોકરી નો ફોટા ને કોઈ બ્રાન્ડ એ 61 વર્ષ સુધી એક જ રાખ્યું. આજે પણ નીરુ દેશપાંડે નો બાળપણ નો ફોટો પારલેજી બિસ્કિટ ના પેક પર જોવા મળે છે અને આજે આ ફોટો જ પારલેજી ની ઓળખાણ છે અને ઘણા લોકો આ રેપર થી જ બિસ્કિટ ખરીદે છે. અલગ અલગ વેબસાઇટ પ્રમાણે કોઈ આ ફોટો ને સુધા મુર્તિ કહે છે તો કોઈ નીરુ દેશપાંડે પરંતુ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને ક્વોરા જેવી ફેમસ અને મોટી વેબસાઇટ ના પ્રમાણે આ ક્યૂટ છોકરી નું નામ નીરુ દેશપાંડે જ છે અને આ ફોટા માં એજ છે જેવુ કે અમે તમને બતાવી રહ્યા છે.

ટિપ્પણી
Share
Slider