24 September, 2020

કબજિયાત ની સમસ્યા થી છો પરેશાન તો અપનાવો આ દેશી નુસ્ખા, સવારે ઉઠતાં જ થઈ જશે પેટ સાફ

આજકાલ ની ભાગદોડ ભરેલી આ જિંદગી માં પોતાનું ધ્યાન રાખી શકવું મુશ્કેલ થઈ જાય છે. વ્યસ્ત લાઇફ સ્ટાઇલ ના લીધે લોકો ની પાસે એટલો સમય નથી હોતો કે એ પોતાનું કે પોતાના પરિવાર નું ધ્યાન સારી રીતે રાખે. નોકરી વાળા એકલા રેહવા વાળા લોકો અને સ્ટુડન્ટ્સ ખાસ કરી ને પોતાનું ધ્યાન સારી રીતે નથી રાખી શકતા. એમની પાસે એટલો સમય નથી હોતો કે એ કઈ સારું અને હેલ્ધી બનાઈ ને ખાઈ લે. આ ચક્કર માં એ લોકો બહાર નું જમવાનું વધારે ખાવા લાગે છે. પરંતુ એ લોકો આ વાત થી અજાણ્યા રહે છે કે એમની ખાવા પીવા ની આ જ ખોટી ટેવ શરીર પર કેટલું ખરાબ અસર નાખે છે. આપણાં અયોગ્ય ખાવા પીવા ની અસર આપણાં શરીર પર પડે છે.

અયોગ્ય ખાવા પીવા ના લીધે માણસ ને ધીમે ધીમે અનેક પ્રકાર ની બીમારીઓ ઘેરવા લાગે છે. પરંતુ સૌથી વધારે એ જે સમસ્યા થી હેરાન રહે છે એ છે કબજિયાત ની સમસ્યા. કબજિયાત ને અંગ્રેજી મા constipationકેહવાય છે. આમાં વ્યક્તિ નું પેટ સારી રીતે સાફ નથી થઈ શકતું અને એ આખા દિવસ હેરાન રહે છે. પેટ ના સાફ થવા પર પેટ માં દુખાવો,અપચો,ચિડ્ચિડાપણું,કબજિયાત અને હેમરસ જેવી બીમારી થવા લાગે છે. જો તમે પણ હંમેશા કબજિયાત ની સમસ્યા થી હેરાન રહો છો અને તમારું પેટ સારી રીતે સાફ નથી થતું તો હવે ટેન્શન લેવા ની જરૂર નથી. આજે અમે તમને કઈક એવા ઘરેલુ નુસ્ખા બતાવીશુ જે સરળતા થી પેટ સાફ કરવા માં તમારી મદદ કરશે અને તમે હંમેશા માટે આ સમસ્યા થી છુટકારો મેળવી લેશો. આના માટે હવે તમારે કોઈ દવા લેવા ની જરૂર નથી. ક્યાં છે એ નુસ્ખા,આવો જાણીએ.

પાણી

કેહવાય છે કે વ્યક્તિ એ રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી પીવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. પૂરતી માત્ર માં પાણી પીવા થી અળધા રોગ તો એમ જ દૂર થઈ જાય છે. જો તમે કબજિયાત ની સમસ્યા થી હેરાન છો તો રોજ સવારે ઉઠ્યા પછી બે ગ્લાસ ગરમ પાણી પીવો. કબજિયાત નું મુખ્ય કારણ શરીર માં પાણી ની કમી છે. ગરમ પાણી પીવા થી વેસ્ટ ને શરીર થી નીકળવા માં મદદ મળે છે. સવારે સરળતા થી તમારું પેટ સાફ થઈ જશે.

લસણ

વ્યક્તિ એ જમવા માં લસણ નું સેવન અવશ્ય કરવું જોઈએ. થઈ શકે તો રોજ 2 કાચા લસણ ખાવા ની ટેવ રાખો. પરંતુ આને કાચું ખાવું થોડું મુશ્કેલ થઈ જાય છે એટ્લે તમે જમવા માં લસણ નો ઉપયોગ કરી શકો છો. આના સિવાય તમે આને અથાણાં કે ચટણી ના રૂપ માં પણ ખાઈ શકો છો. લસણ મલ ને કોમળ બનાવે છે અને સરળતા થી તમારા આંતરળા ની બહાર નીકળવા માં મદદ કરે છે. આમાં આવેલું એન્ટિઇન્ફ્લેમેશન ગુણ પેટ ના સોજા ને પણ ઓછો કરે છે.

મેથી

મેથી પણ કબજિયાત ની સમસ્યા ને દૂર કરે છે. આના માટે રોજ તમારે ઊંઘવા ની પેહલા એક ચમચી મેથી નું ચૂરણ હૂંફાળા પાણી માં મેળવી ને લો. આ તમારા પેટ ને સવારે સાફ કરવા માં તમારી મદદ કરે છે. આના સિવાય તમે રોજ દહી ખાવા નું પણ પ્રયત્ન કરો. દહી તમારા પેટ માં લાભકારી બેક્ટેરિયા ની કમી ને પૂરું કરે છે.

આશા છે કે તમને અમારો આ પોસ્ટ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર આને તમારા મિત્રો ની સાથે જરૂર શેર કરો.

ટિપ્પણી
Share
Slider