4 July, 2020

બસ પાણી પીવાથી મળશે આ 9 ચમત્કારી ફાયદા, આ ખાસ જાણકારી જરૂર વાંચો

પીવાલાયક પદાર્થોમાં તમને શું પસંદ છે? કોલ્ડડ્રિંક,જ્યુસ,સૂપ,ચા, કોફી, મિલ્ક શેક. . . . અને પાણી! જો અમે તમને એવું કહીએ કે બધા પસંદગી ના  પીવાલાયક પદાર્થોમાંથી તમે માત્રને માત્ર પાણી જ   પીવો,તો તમારો સવાલ હશે કે આખરે કેમ?  આનો જવાબ અમે આપી રહ્યા છીએ આ નવું મુદ્દાઓમાં –

1 પહેલી વાત તો એ,કે પાણી પીવાથી સૌથી સારો ફાયદો તો તમે બધા જાણો છો માત્ર પાણી પીવાથી  ના માત્ર તમે તમારું વજન ઝડપથી ઘટાડી શકો છો, પણ તમે એ નથી જાણતા કે માત્ર નવ દિવસમાં તમે આ કમાલ કરી શકો છો. તમે એટલું વજન ઘટાડી શકો છો,જેટલી કેલેરી રોજ આઠ કિલોમીટર જોગિંગ કર્યા પછી ઓછી થાય છે.

2  તમારું મેટાબોલિઝમ ઝડપી થશે અને ઉર્જાનું સ્તર પણ આશ્ચર્યજનક રીતે વધશે જેનાથી તમે  ચુસ્ત સ્ફૂર્તિલારહી શકશો. સવારના સમયે પાણીની સારી માત્રા તમારા મેટાબોલિઝમ ને વધારે છે.

3 તમારો મગજ સારી રીતે કામ કરશે અને તમે મસ્તિકની ઉર્જા અને ક્ષમતાને વધારેલી અનુભવ કરશો. કેમકે મસ્તિષ્કના 75થી 8૦ટકા ભાગમાં પાણી હોય છે. એટલે તમે વધારે ને વધારે પાણી પીને એને શક્તિ આપો છો અને પોતાની એકાગ્રતાને વધારો છો.

4 તમે ઓછું ખાઓ છો એટલે ઓવરઈટીંગ થી બચી જાઓ છો અને પાણીના લીધે પેટ ભરેલું લાગે છે, જે તમને વધારે ન ખાવા માટે પ્રેરિત કરે છે. આ રીતે તમે પોતાનું વજન પણ સરળતાથી ઓછું કરી શકો છો.

5 જ્યારે શરીરમાં પાણીનું સ્તર સારું હશે,તો તરલતાના કારણે તમારું શરીર હાનિકારક, વિષેલા તત્વોને સરળતાથી શરીરમાંથી બહાર કરી શકશે અને તમારી ઉંમર અને સ્વાસ્થ્ય પર પણ એની અસર જોવા મળે છે.

6 પાણી પીતા રહેવું,  ઘણી પ્રકારની બીમારીઓથી બચાવી રાખવાનો એક સારો ઉપાય છે. ખાસ કરીને હાઇપરટેંસન,કિડની સંબંધી સમસ્યાઓ, મૂત્રાશયની બીમારીઓ અને આંતરડાનું કેન્સર વગેરેની સંભાવના નથી રેહતી.

7 તમારું હૃદય સારી રીતે કામ કરે છે, જો શરીરમાં પાણીની માત્રા સારી અથવા તો યોગ્ય સ્તર પર હોય. દિવસભરમાં ઓછામાં ઓછું પાંચ ગ્લાસ પાણી હાર્ટએટેક ની સંભાવના અને 41%  જેટલું ઓછું કરે છે.

8 તમારી ત્વચાની સુંદરતામાં તો પાણી પીવાની આ ટેવચાર ચાંદ લગાવી શકે છે. તમારી ત્વચા નરમ,સોફ્ટ, સાફ, ડાઘ-ધબ્બા રહિત અને તેલ રહિત બની રહેશે.

9 અને હા,તમારા પૈસા બચે છે એ અલગ. કેમકે તમે જે ગમતા પીણા પીવા માટે પૈસા ખર્ચ કરો છો, એની જગ્યાએ પાણી તમને સરળતાથી અને સસ્તુ ઘણીવાર તો નિઃશુલ્ક ઉપલબ્ધ થઈ જાય છે.

ટિપ્પણી
Share
Slider